અમદાવાદઃ આ યુનિવર્સિટી સરપંચ માટે ખાસ અભ્યાસક્રમ શરૂ કરશે, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શરૂ કરવા જઈ રહી છે સરપંચ માટે એક ખાસ અભ્યાસક્રમ. મોટાભાગે ગ્રામ્ય સ્તરે, જ્યાં મહિલા સરપંચ હોય છે. ત્યાં પંચાયતનો વહીવટ તેમના પતિ સંભાળતા હોય અથવા તો અન્ય સમિતિના સભ્યોનું વર્ચસ્વ હોય છે. પરંતુ સરપંચ તેમજ મહિલા સરપંચ હોય તેઓ પોતાના અધિકારો અને હક્કોને યોગ્ય રીતે ઉપયોગ કરી વહીવટ કરે તે માટે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ સરપંચોને સુધાશનના પાઠ ભણાવશે. આ અભ્યાસક્રમને પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ નામ આપવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે મહિલા સરપંચો પર ભાર મુકવામાં આવશે.
Continues below advertisement