જળયાત્રાઃ બાવળા તાલુકાના આ ગામમાં 18 વર્ષ અગાઉ બનેલી નર્મદાની માઇનોર કેનાલમાં આજ સુધી નથી આવ્યું પાણી
Continues below advertisement
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રોહિકા ગામે છેલ્લા 18 વર્ષથી નર્મદાની માઇનોર કેનાલ બની છે પરંતુ આજ દિવસ સુધી તેમાં પાણી આવ્યું નથી. પાણી તો દૂરની વાત પરંતુ કેનાલ બનાવવા માટે જે જમીન સંપાદિત કરી હતી તે જમીનના પૈસા પણ ખેડૂતોને મળ્યા નથી. કેનાલમાં બાવળની જાડી બની જતા ભૂંડ અને નીલગાય તેમાં રહે છે. જે પશુઓ ખેતરના ઉભા પાકને નુકશાન પહોંચાડે છે. પરિણામે રોહિકા ગામના ખેડૂતો માટે આ કેનાલ ઉપયોગી બનવાના બદલે નડતરરૂપ વધુ સાબિત થઈ રહી છે.
Continues below advertisement