અમદાવાદના નારણપુરા સ્ટેડિયમ પાસે ત્રણ દુકાનમાં લાગી આગ, છ લોકોનું કરાયું રેસ્ક્યૂ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વહેલી સવારે ત્રણ દુકાનની અંદર આગ લાગી હતી. ફરસાણ અને કરિયાણાની દુકાનમાં આગ લાગી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. દુકાનની ઉપર આવેલ રહેણાંક મકાનમાં ફસાયેલા 6 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા હતા. દોઢ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.
Continues below advertisement