અમદાવાદની આ સોસાયટીના કોવિડ કેર સેન્ટરમાં ફ્રીમાં અપાય છે સારવાર
Continues below advertisement
અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો આંકડો સતત વધતો ગયો છે. ત્યારે હોસ્પિટલો પણ ફૂલ થઇ ગઇ છે. ત્યારે અમદાવાદમાં આવેલ એક સોસાયટી શીતલ એક્વા દ્વારા તદ્દન નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સોસાયટીમાં આવે ક્લબ હાઉસને કોવિડ સેન્ટર તરીકે બનાવ્યું. અને જેમાં સોસાયટીમાં રહેતા રહીશોને જો કોરોના થાય અને જો હોસ્પિટલમાં બેડના મળે તો ત્યાં સુધી તેને સોસાયટીમાં બનાવેલ કોવિડ સેન્ટરમાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે. સાથે સાથે સોસાયટીમાં રહેતા ડોક્ટરો પણ કોવિડ સેન્ટરમાં મદદ કરી રહ્યા છે
Continues below advertisement