સોલા સિવીલના તબીબોને તાલીમ અપાયા બાદ વેક્સિનનો ટ્રાયલ શરુ કરાશે: નીતિન પટેલ
Continues below advertisement
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની વેકસીનના ટ્રાયલ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત બાયોટેક કંપનીની વેકસીનનું ટ્રાયલ જુદા જુદા રાજ્યમાં થશે. ગુજરાતમાં સોલા સિવિલ હોસ્પિટલની પસંદગી કરાઈ છે. સોલા સિવીલના તબીબોને તાલીમ અપાયા બાદ વેક્સિનનો ટ્રાયલ શરુ કરાશે તેમણે ઉમેર્યું હતું કે, સોલા સિવિલમાં 500 વેકસીન ગઈકાલે આવી ગઈ છે. જે નાગરિક સ્વેચ્છાએ કોરોનાની વેકસીન લેવા માંગતા હોય તેમને અપાશે. ભારત સરકારના સિનિયર ડોક્ટર આવ્યા છે. સોલા સિવિલના ડૉક્ટર્સને ટ્રેનિંગ આપવામાં આવશે. 1 મહિનામાં એક વોલેન્ટિયરને બે વખત વેકસીન આપવામાં આવશે. વેક્સિન આપ્યા પછી નિષ્ણાંત તબીબો સતત મોનીટરિંગ કરશે.
Continues below advertisement