અમદાવાદઃ ગોતામાં MBA થયેલી વહુએ સાસુની હત્યા કરી લાશ સળગાવી દીધી
Continues below advertisement
અમદાવાદમાં સાસુ-વહુનો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હતો. શહેરના સત્યમેવ વિસ્ટા એપાર્ટમેંટમાં રહેતા અગ્રવાલ પરિવારમાં સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા પૂત્રવધુ નિકિતા અગ્રવાલે સાસુ રેખાબેન પર લોખંડના પાઈપથી હુમલો કરી દીધો ત્યારબાદ સાસુને સળગાવી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. હત્યાની ઘટનાને પગલે પોલીસે મૃતકના પૂત્રવધુ નિકિતાની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, નિકીતાના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતાં.
Continues below advertisement