Anand News | ખંભાતની કંપનીમાં ઝેરી ગેસ લીકેજથી મચી દોડધામ, જુઓ અહેવાલ
Anand News | રોહન ડાઈઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજથી અફડાતફડી. વહેલી સવારે વેસલમાં ભરેલા કલોરો ગેસ બોટલ માંથી લીકેજની ઘટના બની. ઘટનાની જાણ થતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સહિત ની ટીમ રોહન ડાઈઝમાં પહોંચી. ઝેરી ગેસ લીકેજ થતાં કલમસરના જેતપૂરા, બાજીપૂરા, પંડોરિયાપૂરા, જહાંગીરપૂરા, સહિતના ગામોમાં ગેસની અસરથી સ્થાનિકોમાં રોષ. વહેલી સવારે ઝેરી ગેસથી શ્વાસ લેવાની તકલીફો થયાની ફરીયાદો ઉઠી. સ્થાનિક અધિકારીઓની મીલીભગતથી કેમિકલ માફિયાઓ બેફામ થયાની ચર્ચા. વારંવાર ગેસ લીકેજની ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કુર પગલા લેવામાં આવતા નથી. સજીવો, ખેતી સહિત પ્રકૃતિ માટે નુકશાનકારક રોહન ડાઈઝ કંપનીને ક્યારે બંધ કરાશે. ગેસ લીકેજના અસરથી આજુબાજુના વિસ્તારની શાળાઓ છોડી દેવાઇ. મામલતદાર સહિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીએ તપાસ હાથ ધરી હોવાની માહિતી..