ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી પરિણામ જાહેર કરવા પર હાઇકોર્ટની રોક
Continues below advertisement
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ) ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવા પર હાઇકોર્ટે રોક લગાવી છે. અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પહેલા જ સહકારી મંડળીના રજીસ્ટ્રારે ત્રણ સરકારી પ્રતિનિધિઓની અમૂલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂક કરી જેની સામે ચૂંટાયેલા ડિરેક્ટર કાંતિભાઈ સોઢા પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર અને સંજય પટેલે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી . સહકાર ક્ષેત્રમાં સરકાર હસ્તક્ષેપ ન કરે તે પ્રકારની પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી. અને સહકારી મંડળીના રજીસ્ટ્રારે લીધેલો નિર્ણય કાયદાથી વિપરીત તેમજ કોટને અગાઉ અપાયેલી બાહેધરી થી વિપરીત હોવાની પણ રજૂઆત કરવામાં આવી. 23 ઓક્ટોબરના રોજ અમૂલના ચેયરમેન અને વાઇસ ચેયરમેનની વરણી માટે મતદાન થશે પરંતુ તેનું પરિણામ જાહેર નહીં થાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ના મત સીલ કવરમાં અલગથી રાખવા તેમજ સરકારે નિમેલા પ્રતિનિધિઓના મતલબ સીલ કવરમાં રાખવા અને તેને પોતાના રેકોર્ડ પર મુકવા માટે કોર્ટે હુકમ કર્યો છે. 24 નવેમ્બરના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.
Continues below advertisement