Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ

Continues below advertisement

ચોમાસા નું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યો છે ત્યારે ભાનવગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા જર્જરીત મકાનો પણ હવે તંત્રના પાપે મોતને આગમન આપી રહ્યા છે તાજેતરમાં જ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં બે માળનું જૂનું મકાન ધરાસાઈ થયું હતું જોકે આ દુર્ઘટના માં સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી પરંતુ ભાવનગર શહેરમાં હજુ પણ 1500 જેટલી સરકારી અને ખાનગી મિલકતો અત્યંત બીમાર છે જેનું કોઈપણ સમયે દુર્ઘટના ને આમંત્રણ આપી શકે છે

ભાવનગર શહેરમાં હજુ પણ અનેક એવી મિલકતો આવેલી છે કે જે અત્યંત બિસમાર હાલતમાં છે જેમાં કોઈ પણ સમયે દુર્ઘટના બની શકે છે ભાવનગર મહાનગરપાલિકામાં કુલ ૨૫૯ મિલકતો છે જે પૈકી 59 બહુમાળી ઈમારત / ફ્લેટ કોમ્પ્લેક્સ છે જેમાં 49 બહુમાળી ઇમારતોમાં વીજ પાણી અને કનેક્શન કટ કરવામાં આવ્યા છે આ સાથે જ 18 બહુમાળી ઇમારતોમાં અંતિમ નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા 1732 એકમોમાં નોટિસ આપીને સંતોષ માની લીધો છે જોકે થોડા અંશે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં નળ કનેક્શન, ગટર કનેક્શન અને વીજ કનેક્શન ની લાઇન કટ કરી દેવામાં આવી છે પરંતુ નિરાકરણ હજી સુધી આવ્યો નથી જો શહેરમાં મીની વાવાઝોડું પણ આવે તો આ ઇમારતો મિલકતો પરિવાર માટે તો જોખમ ઊભું કરે પણ અન્ય લોકો માટે પણ જીવનું જોખમ ઊભું કરે તેવી પરિસ્થિતિમાં છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram