ભાવનગર : મૃતક મહિલાનો કોંગો ફીવરનો રીપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ
Continues below advertisement
ભાવનગરમાં મૃતક મહિલાનો કોંગો ફીવરનો રીપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સિહોરના રામધરીના મૃતક મહિલાનો કોંગો ફીવરનો રીપોર્ટ શનિવાર 23/4/2022 ના રોજ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ છે. 21 એપ્રિલે 55 વર્ષના મહિલાનું મૃત્યુ થતા આરોગ્ય વિભાગે 606 ઘરનો સર્વે કર્યો.હાલ અન્ય કોઈ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નથી, મૃતક મહિલાના પરિવારના 5 સભ્યને કોઈ લક્ષણ નથીજિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પશુનો સર્વે કરી 10 ઈતરડીના નમુના લેવાયા છે. ભાવનગર જિલ્લામાં અગાઉ પણ કોંગો ફીવરના કેસ નોંધાયા હતા અને કોંગો ફીવર પશુપાલકોને વધુ થવાની શકયતા રહે છે. પશુની ઈતરડીમાંથી કોંગો ફીવર થાય છે, કોંગો ફીવરથી બચવા માટે પશુપાલકોએ સાવચેત રહેવુ જરૂરી છે.
Continues below advertisement