Bhavnagar Hit And Run | ભાવનગરમાં કારે દંપતીને મારી ટક્કર, મહિલાની હાલત ગંભીર

Continues below advertisement

Bhavnagar Hit And Run | ભાવનગર-રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના. ભાવનગર-રાજકોટ હાઈવે ઉપર અંબાલા નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં બાઈક ચાલક દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બાઈક ચાલક દંપતિને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો છે. કારની ટક્કરથી શૈલેશભાઈ અને પૂનમબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 108 ની મદદથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા સાથે વાત કરીશું. પાર્થ, આ સમગ્ર મામલે ખબર પડી છે ખરી કે કાર ચાલક કોણ હતું? પોલીસે કોઈ કાર્યવાહી કરી?

ભાવનગર-રાજકોટ હાઈવે રોડ ઉપર ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે. જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તે મુજબ બંને દંપતિ રંગોળા ગામથી મહવા તાલુકામાં જઈ રહ્યું હતું. એ સમયે શિહોર તાલુકાના આમલા ગામનો હાઈવે રોડ આવેલો છે કે જ્યાં ઈકો ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક દંપતિને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ બાદ ઈકો ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.  ઈજાગ્રસ્ત શૈલેશભાઈ અને પૂનમબેનને સારવાર માટે સિહોર તાલુકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પૂનમબેનની તબિયત વધુ ગંભીર જણાતા 108 દ્વારા ભાવનગર ખસેડવામાં આવી રહ્યા છે.  સ્વાભાવિક છે કે ભાવનગર-રાજકોટ હાઈવે રોડ ઉપર રફતારનો કહેર અવારનવાર સામે આવતો હોય છે અને જેમાં નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે. આમલા નજીક હિટ એન્ડ રનની ઘટના બની જેમાં બાઈક ચાલક દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram