Bhavnagar News | પાસાના આરોપીને ભગાડવાના આરોપમાં મહુવાના PI એમ.એ. દેસાઇ સસ્પેન્ડ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar News | ભાવનગર મહુવા તાલુકાના ટાઉન પી.આઇ વિરોધ ચાલી રહેલ તપાસની ઇન્કવાયરી ના રિપોર્ટ બાદ M.A દેસાઈને કરવામાં આવ્યા સસ્પેન્ડ. પી.આઇ વિરુદ્ધ આરોપ લાગ્યો હતો કે તેમણે પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને ભગાડી મુકવાના મામલે ચલાવવામાં આવી હતી તપાસ. સમગ્ર મામલે પાલીતાણા ના ડીવાયએસપી મિહિર બારીયા દ્વારા તપાસનો રિપોર્ટ ભાવનગરના રેન્જ આ.જીને સોંપવામાં આવ્યો હતો. વિજય ઉર્ફે ગટ્ટી નામના ઈસમને PI દેસાઈ એ પાસા નો ઓર્ડર બતાવીને રૂપિયાની લેવડદેવડ બાદ પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકવામાં આવ્યો હતો. સમગ્ર રિપોર્ટમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સીસીટીવી વિડીયો તેમજ ડીવીઆર કબજે લઈને તપાસ ચલાવવામાં આવી હતી. આ તપાસમાં ભાવનગરના રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા મહુવા ટાઉન ના પી.આઇ એમ.એ દેસાઈને સ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો.