Bhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Continues below advertisement

ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં મોડી રાત્રીના સમયે અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો 

ભાવનગર શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહીં છે. ત્યારે વડવા નેરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે લારી પર પથ્થરમારો કરીને લારીની તોડફોડ કરવામાં આવી છે. હથિયાર સાથે અસામાજિક તત્વો પથ્થરમારો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ જાહેર શેરી વિસ્તારમાં નશાની હાલતમાં ગાળો બોલી રહ્યા હતા. જેને ના પાડતા મામલો બીચક્યો હતો. બાદમાં રાત્રિના સમયે 20થી 25 લોકોનું એક ટોળું આવે છે. અને વડવા નેરા વિસ્તારને બાનમાં લે છે. જો કે આ બનાવ બાદ નિલમબાગ A-ડિવિઝન પોલીસે અરજી લેવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram