Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business News
ભારતીય શેર બજાર ગુરુવારે ભારે ઘટાડા સાથે ઓપન થયું હતું. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ તૂટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ 2025માં વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણે ત્યાંના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર ભારતીય બજારો પર પણ પડી છે. સેન્સેક્સ ફરી 80000ની નીચે સરકી ગયો અને 1000 પોઈન્ટના ઘટાડા સાથે 79,237 પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી 291 પોઈન્ટના ઘટાડા સાથે 23,907 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 28 નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 તેજી સાથે ટ્રેડ થઇ રહ્યા છે. ઘટતા શેરોમાં ઈન્ફોસિસ 2.49 ટકા, SBI 2.14 ટકા, HCL ટેક 1.93 ટકા, ટેક મહિન્દ્રા 1.85 ટકા, બજાજ ફિનસર્વ 1.67 ટકા, ટાટા સ્ટીલ 2.01 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. માત્ર HUL અને ITCના શેર જ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.