સાબરકાંઠાના તલોદના અણીયોડમાં બે જૂથ વચ્ચે અથડામણ, સાત લોકોને સામાન્ય ઇજા
Continues below advertisement
સાબરકાંઠાના તલોદના અણીયોડમાં અગાઉની અદાવત બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ જૂથ અથડામણમાં સાત લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે તલોદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તલોદ પોલીસને ઘટનાની જાણ થતા અણિયોડ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અથડામણને લઈને પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.
Continues below advertisement