કેવડિયામાં એકતા ક્રૂઝ બોટમાં પ્રતિ વ્યક્તિએ 200 રૂપિયા ટિકિટનો દર રહેશે

Continues below advertisement
સ્ટેચ્યુ ઓફ વ્યુઈંગ ગેલેરી માટેનો ટિકિટનો દર 380 રૂપિયા અને બાળકો માટેની ટિકિટનો દર 230 રૂપિયા રાખવામાં આવી છે. તે સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિદેશી બાળક માટે 830 રૂપિયા અને એડલ્ટ માટે 1530 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. એકતા નર્સરીમાં પ્રતિ વ્યક્તિએ ટિકિટ રૂપિયા 30 અને બાળકો માટે રૂપિયા 20 નક્કી કરવામાં આવી છે.  કેક્ટ્સ અને બટરફલાય ગાર્ડનમાં એડલ્ટના 60 રૂપિયા અને બાળકોના 40 રૂપિયા, વિશ્વ વનમાં એડલ્ટના 30 રૂપિયા અને બાળકોના 20 રૂપિયા નક્કી કરાયા છે.રિવર રાફટિંગના એડલ્ટના 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જંગલ સફારી પાર્કની ટિકિટ 200 રૂપિયા અને નાના બાળકો માટે 125 રૂપિયા નક્કી કરાઇ છે.આરોગ્ય વનની ટિકિટ પર વ્યક્તિ 30 રૂપિયા અને બાળકો માટે 20 રૂપિયા જ્યારે ગોલ્ફ કોર્ટના એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા રાખવામાં આવી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram