પાટણના આ તાલુકામાં હજુ નથી ઓસર્યા વરસાદના પાણી, ખેડૂતો ખેતરમાંથી કેનાલમાં ઠાલવી રહ્યા છે પાણી
Continues below advertisement
ચોમાસુ ક્યારનું વીત્યું અને રવિ સીઝનનો આરંભ થઈ ચૂક્યો છે તેવામાં સમી તાલુકાની હજારો વીઘા જમીનમાં ચોમાસા પાણીનો જમાવડો યથાવત છે. ખેડૂતો જાતે ડીઝલ એન્જીન અને ઇલેક્ટ્રિક મોટરો દ્વારા ખેતરોનું પાણી કેનાલમાં ઠાલવવા મજબૂર બન્યા છે. રવિ સીઝનમાં સામાન્ય રીતે કેનાલના પાણી ખેડૂતોને મળતું હોય છે.પરંતુ અહીં ઉલ્ટું થયું છે.ચોમાસુ પાણી ન ઓસરતા બેટની માફક ફેરવાયેલા ખેતરનું પાણી ખેડૂતો ખાલી કેનાલમાં ઠાલવી રહ્યા છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના ત્રણ ગામની હજારો વીઘા જમીનમાં મહિનાઓથી વરસાદનું પાણી ના ઓસરતાં ડીઝલ એન્જીન મશીન અને ઇલેક્ટ્રિક મોટરો દ્વારા એક દોઢ મહિનાથી રાતદિવસ ચલાવી ખાલી કેનાલમાં ઠાલવવા ખેડૂતો મજબૂર બન્યા છે.
Continues below advertisement