રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, જાણો ક્યા ક્યા વિષયમાં શિક્ષકોની કરાશે ભરતી?
Continues below advertisement
વિદ્યાસહાયકની નોકરી કરવા ઈચ્છુંક ઉમેદવારો માટે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યમાં 6 હજાર 616 શિક્ષકો અને અદ્યાપકોની ભરતી કરવામાં આવશે. બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ૯ર૭ અધ્યાપક સહાયકોની ભરતી કરાશે. તો બિનસરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ હજાર ૭૦૦ શિક્ષણ સહાયકોની ભરતી કરાશે. અધ્યાપક સહાયકોની ભરતી માટે 20 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે ૩ હજાર ૩૮૨ શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે. જેમાં અંગ્રેજી વિષય માટે ૬ર૪, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે ૪૪૬, સોશિયોલોજી વિષય માટે ૩૩૪, ઇકોનોમિકસ વિષય માટે ર૭૬, ગુજરાતી વિષય માટે રપ૪ તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.તો બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ૧૦૩૭, અંગ્રેજી વિષય માટે ૪૪ર, સામાજિક વિજ્ઞાન વિષય માટે ર૮૯, ગુજરાતી વિષય માટે ર૩૪ તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ ૨૩૦૭ શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.
Continues below advertisement