ધોરણ 10 અને ધોરણ-12ના રિપીટર, એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ થઇ શકે છે રદ
Continues below advertisement
શિક્ષણબોર્ડે 15 જૂલાઈથી ધોરણ 10 અને 12ના રિપીટર અને એક્સટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત તો કરી પરંતુ પરીક્ષાને આડે હવે માત્ર 20 દિવસ બાકી હોવા છતાં જિલ્લા કક્ષાએ શિક્ષણ તંત્રને પરીક્ષા અંગેની તૈયારી કરવાની કોઈ સૂચના શિક્ષણબોર્ડે હજુ સુધી આપી નથી. સામાન્ય રીતે પરીક્ષાના એકાદ મહિના અગાઉ જ પરીક્ષાના બિલ્ડિંગ, કેન્દ્રો, ઝોન, સુપરવાઈઝર સહિતની તમામ વ્યવસ્થાઓ થઇ જતી હોય છે પરંતુ રિપીટરની પરીક્ષાને લઈને હજુ સુધી તૈયારી માટેની મિટિંગ પણ મળી નથી. શિક્ષણ સાથે જોડાયેલા નિષ્ણાતો જણાવે છે કે, રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં રદ થવાની અને તેમને પણ માસ પ્રમોશન આપવાની પ્રબળ સંભાવનાઓ છે
Continues below advertisement
Tags :
Students Education System Examination Board Of Education Repeaters Of Std. 10 And 12 External