ગાંધીનગરઃ જૂની પેન્શન સ્કીમને લાગુ કરવા સરકારી કર્મચારીઓની માંગ, નિર્ણય નહી લેવાય તો આંદોલનની ચીમકી

Continues below advertisement

ગુજરાતના સરકારી કાર્યાલયના આશરે 5 લાખ કર્મચારીઓમાં 2005 થી લાગુ કરવામાં આવેલી new pension scheme ને રદ કરીને old pension scheme ફરીથી લાગુ કરવા માટેની માંગ ઉઠી છે. કર્મચારીઓનું કહેવું છે કે જૂની પેન્શન સ્કીમ પ્રમાણે છેલ્લી સેલેરીના 50% રૂપિયા પેન્શનમાં મળતા હતા જ્યારે નવી પેન્શન સ્કીમમાં માત્ર 1000 થી 2000 રૂપિયા પ્રતિ મહિને મળે છે. આ મુદ્દે વારંવાર મુખ્યમંત્રીને આવેદન પત્રો આપવામાં આવ્યા છે તેમ છતાં હજુ કોઈ જવાબ મળ્યો નથી. સરકારી કર્મચારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો આ અંગે 2022 સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram