Gandhinagar: 10 હજાર કરોડ રૂપિયાની સૌની યોજના પાછળ 15,482 કરોડનો કરાયો ખર્ચ
Continues below advertisement
વિધાનસભામાં સરકારે કહ્યું કે, ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સૌની યોજના પાછળ રૂ.૧૫,૪૮૨ કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. પ્રગતિ હેઠળ અને ટેન્ડર તબક્કાના કામોની બાકી રકમ રૂ.૧૨૮૯ કરોડ છે. આમ સૌની યોજના પાછળ રૂ.૧૬,૭૭૧ કરોડનો ખર્ચ થશે. સૌની યોજનાના બીજા તબક્કાના કામો મહદઅંશે પુર્ણ થયેલ છે અને ત્રીજા તબક્કાના કામો પ્રગતિ હેઠળ છે.
Continues below advertisement