Gandhinagar: વિધાનસભામાં સરકારે કહ્યુ- રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા મોત

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં થયેલ સિંહોના મૃત્યુના આંકડા સરકારે વિધાનસભામાં રજૂ કર્યાછેલ્લા બે વર્ષમાં 313 સિંહોના મૃત્યુ થયા. 69 સિંહોના કુદરતી અને 2 સિંહોના અકુદરતી સહીત કુલ 71 સિંહોના મૃત્યુ થયા તો 77 સિંહણના મૃત્યુ કુદરતી અને 13 સિંહણના અકુદરતી સહીત કુલ 90 જેટલી સિંહણના મૃત્યુ થયા તો છેલ્લાં બે વર્ષમાં 144 જેટલા સિંહબાળના કુદરતી જ્યારે 8 સિંહબાળના અકુદરતી મૃત્યુ થયાં હતા. રાજ્યમાં કુલ 674 સિંહ હયાત છે. જેમાં ગીર અભયારણ્યમાં હાલ ૩૪૫ અને અભયારણ્ય બહાર ૩૨૯ સિંહ છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram