Gandhinagar:બે વર્ષમાં રાજ્ય સરકારે 75 હજાર 971 કરોડ રૂપિયાની લોન લીધી, જુઓ વીડિયો

Continues below advertisement

વિકાસના દાવા વચ્ચે રાજ્યના દેવામાં સતત વધારો થઈ રહ્યાની ચોંકાવનારી હક્કીકતો સામે આવી છે. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કબૂલાત કરી કે રાજ્યની માથે વર્ષ 2019-20ની સ્થિતિએ 2 લાખ 67 હજાર 650 કરોડનું દેવું છે. લોન પર સૌથી વધુ વ્યાજ કેંદ્રીય દેવા પાછળ ચૂકવાય છે.  નાણાંકીય સંસ્થાઓની લોન માટે 3.15થી 8.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. તો બજાર લોન માટે 6.68થી 9.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવતું હોવાનો સરકારે ગૃહમાં સ્વીકાર કર્યો છે. જ્યારે કેંદ્રીય દેવા માટે 0 થી 13 સુધી વ્યાજ ચૂકવવામાં આવે છે જ્યારે NSSF લોન માટે 9.50થી 10.50 ટકા સુધી વ્યાજ ચૂકવાતું હોવાનો ખુલાસો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram