Gujarat Assembly | ગુજરાતની વધુ કઈ 2 પાલિકાના અપાશે મનપાનો દરજ્જો? જુઓ અહેવાલ

Continues below advertisement

Gujarat Assembly | હવે, 17 મહાનગરપાલિકાઓથી ગુજરાત શહેરી વિકાસના નવા સીમાચિન્હો સર કરશે. પોરબંદર-છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય શહેરી જનસુખાકારીની દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદ હવે મહાનગરપાલિકા બનતા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવતા આ બંને નગરોને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સહિત વૈશ્વિક સ્તરનો વિકાસ સાધવાના ઉજ્જ્વળ અવસર પ્રાપ્ત થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram