Gujarat Teachers | ભૂતિયા શિક્ષકોના પગાર મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન
Continues below advertisement
Gujarat Teachers | શાળાઓમાં શિક્ષકોની ચાલતી લાલીયાવાડી અંગે ગાંધીનગરમાં ગઈ કાલે બેઠક મળી હતી. લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો અંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં શિક્ષણ સચિવ મુકેશ કુમાર અને પ્રાથમિક શિક્ષણ નિયામક હાજર રહ્યા હતા. ચાલુ ફરજે વિદેશ જતા રહેલા અને ગેરહાજર રહેતા શિક્ષકો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોની આંકડો 200એ પહોંચી શકે છે. 16 જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોનો આંકડો 72 પર પહોંચ્યો. રાજ્યનો પ્રાથમિક શિક્ષણ વિભાગ હાલ આવા શિક્ષકની માહિતી મેળવી રહ્યો છે. બેઠક બાદ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું કે, શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકોને પગાર અપાતો નથી. આ મુદ્દે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા.
Continues below advertisement