Chaitar Vasava Vs Shabd Sharan Tadavi | મૃતકના ઘરે જ ચૈતર વસાવા ભાજપ નેતા વચ્ચે તુ-તુ મેંમેં

Continues below advertisement

Narmada News | સોમવારે સવારે આદિવાસી મ્યુઝિયમમાં મૃત્યુ પામેલા યુવાનોના ઘરે ભાજપ અને આપના નેતાઓ પહોંચ્યા હતા. ભાજપમાંથી નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ અને વનમંત્રી શબ્દશરણ તડવી હાજર હતા. જ્યારે આપમાંથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર હતા. ચૈતર વસાવા અને ભાજપ ના પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શબ્દશરણ તડવી વચ્ચે નોકજોક થઈ હતી.

ચૈતર વસાવાએ  પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શબ્દશરણને કહ્યું કે 5 દિવસ થી તમે ક્યાં હતા. ચૈતર વસાવાએ શબ્દશરણ તડવીને કહ્યું કે તમે કહો એવું અમારે કરવાનું. જ્યારે શબ્દશરણ તડવીએ ચૈતર ને કહ્યું કે તમે કહો એવું અમારે કરવાનું ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે હા અમે કહીએ એવું કરવાનું છે અમે પહેલા દિવસથી એમની સાથે છે. બે દિવસ સુધી અમે લડ્યા ન્યાય માટે ત્યારે તમે ક્યાં હતા ચૈતર વસાવાએ ભાજપ ના શબ્દશરણ ને સવાલ કર્યો. શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અમે રાખ્યો છે તમે આવો ના આવો એ વ્યક્તિગત મામલો છે. શબ્દશરણ તડવીએ ચૈતર વસાવાને કહ્યું કે જળમૂળથી સમાજ સાથે જોડાયેલો છું. ચૈતરભાઈને મારો પરિચય નહિ હોય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram