કલોલ: બ્લાસ્ટ બાદ તપાસ કરવા પહોંચેલા ONGCના અધિકારી પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો
Continues below advertisement
ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બ્લાસ્ટ ગેસ લાઇનમાં લિકેજને કારણે થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે, તપાસ પછી સાચી વિગતો સામે આવશે. આ ઘટના ઓએનજીસી વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો હોવાથી ઓએનજીસીના અધિકારી ઘટનાસ્થળે તપાસ માટે દોડી આવ્યા હતા. તપાસ કરવા પહોંચેલા અધિકારી પર લોકો ગુસ્સે ભરાયા હતા.
Continues below advertisement