અમરેલીમાં કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો
Continues below advertisement
અમરેલી જિલ્લામા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડયો છે. સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવભાઈ સાવલિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયુ છે. રાઘવભાઈ સાવલિયાએ રાજીનામાંમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાંતવની કામગીરી સામે પણ આક્ષેપો કરતા ખળભળાટ મચી છે. તેમજ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ નિષ્ફળ નેતા રહ્યા હોય અને તેમના સમયમાં 15 થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડી હોવાનો આક્ષેપ પણ પત્રમાં કર્યો હતો.તેવામાં કોંગ્રેસની વધુ એક વિકેટ ડુલ થતા ફરી જિલ્લામાં રાજકારણ ગરમાયુ છે.. આ તાલુકા પંચાયતના પ્રમુખએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કોંગ્રેસની ઉપરની નબળી નેતા ગીરીના કારણે રાજીનામુ આપ્યું હોવાનું આક્ષેપ કર્યું છે.નેતાઓની કદર અને નાનામાં નાના કાર્યકરો કે કે વર્ષોથી કામ કરે છે તેમની કોંગ્રેસમાં કોઈ કડર ન હોવાને કારણે રાજીનામુ આપ્યું છે. તેમજ સ્થાનિક સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુઘાત પણ ફોન ન ઉપડતા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી છે....અને નબળી નેતા ગીરીને કારણે કોંગ્રેસમાંથી નેતાઓ રાજીનામુ આપતા જોવાની વાત રાઘવભાઈ સાવલિયાએ કરી હતી.
Continues below advertisement