ગાંધીનગરમાં એક શબવાહિનીમાં ચાર મૃતદેહ એક સાથે લાવવાનો મામલો: મેયરે આપ્યા તપાસના આદેશ
Continues below advertisement
ગાંધીનગર અંતિમધામ સ્મશાન ગૃહ ખાતે એક સાથે ચાર મૃતદેહને એક જ સબ વાહિની માં લાવવાવામાં આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે મેયરે આદેશ આપ્યા છે. મેયરે કહ્યું કે, જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલાં ભરાશે. પ્રાથમિક અહેવાલ મુજબ સ્વજનોની સહમતિથી જ આ મૃતદેહોને એક સાથે લાવવામાં આવ્યા હતા. વિપક્ષના આક્ષેપોને ગાંધીનગર ના મેયર રીટાબેન પટેલે ફગાવતા કહ્યું - કહ્યું મીડિયામાં અહેવાલ આવ્યા બાદ વિપક્ષ જાગ્યું. પહેલા આવું થતું હતું તો વિપક્ષે ફરિયાદ એ વખતે કેમ ના કરી. છેલ્લા પંદર દિવસની અંદર કોરોના પ્રોટોકોલ મુજબ ગાંધીનગર સ્મશાન ગૃહ ખાતે 107 મૃતદેહોના કરાયા અંતિમસંસ્કાર.
Continues below advertisement