Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Junagadh Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ગઇકાલથી અત્યાર સુધી જુનાગઢમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, અને જિલ્લામાં ચારેયકોર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી પણ વધુ વરસાદ પડવાથી જિલ્લાના મોટા ભાગના ગામડાઓ બેટમાં ફેરવાયા છે.
જુનાગઢમાં ભારે વરસાદથી શહેર અને ગામડાઓની સ્થિતિ દયાજનક બની છે, હાલમાં મોટાભાગના ગામડાઓમાં પાણી ભરાયા છે. જિલ્લામાં લગભગ ચારેયકોર પાણી-પાણીની સ્થિતિ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી પણ વધુ સરેરાશ વરસાદ પડ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં જુનાગઢના વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળોએ જેમાં વિસાવદરમાં સાડા 13 ઈંચ વરસાદ, જૂનાગઢમાં 12 ઈંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ, કેશોદમાં 14 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ, માળિયા હાટીનામાં સાડા 6 ઈંચ વરસાદ અને જૂનાગઢના માંગરોળમાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.