સૌરાષ્ટ્રના ક્યા જિલ્લાઓમાં અનુભવાયા ભૂકંપના ત્રણ આંચકા, જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા છે. બે આંચકા તાલાલા અને એક આંચકો મોરબીમાં નોંધાયો છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર હતું.જ્યારે બીજો ભૂકંપનો આંચકો તાલાલામાં વહેલી સવારે 5.52 કલાકે 2.0ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી દૂર હતું.જ્યારે ત્રીજો ભૂકંપનો આંચકે સવારે 6.57 કલાકે મોરબીમાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9ની હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું.
Continues below advertisement