સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં ભડકો, 50 આગેવાનો જોડાયા કૉંગ્રેસમાં
Continues below advertisement
પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપમાં ભંગાણ થયું છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના 50 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સિધ્ધપુરમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Continues below advertisement