Kutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકાર
Continues below advertisement
Kutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકાર
કચ્છમાં માંડવીના ગોધરામાં 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. યુવતી વહેલી સવારે નોકરી માટે દુર્ગાપુર રોડ પર બસની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેના પર તલવારના ઘા ઝીંકી હત્યા નિપજાવી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને હત્યાના કારણોની તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. યુવતીની જાહેરમાં હત્યા થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ યુવતી કોણ છે અને કેમ હત્યા કરી તે પોલીસ તપાસ બાદ સામે આવશે.
Continues below advertisement