Amreli News । આકરા તાપ વચ્ચે ગામડાઓ અને શહેરના વાતાવરણમાં ખૂબ મોટો તફાવત જોવા મળ્યો
Amreli News । આકરા તાપ વચ્ચે ગામડાઓ અને શહેરના વાતાવરણમાં ખૂબ મોટો તફાવત જોવા મળ્યો
ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે શહેરો અને મહાનગરોમાં લોકો એસી અને સ્લેપ જેવા મકાનોમાં રહેતા હોય છે તેમ છતાં પણ ગરમીના કારણે લોકો અકળાય ઊઠે છે ત્યારે અમરેલી જિલ્લાના ગામડાઓમાં રાત્રે એબીપી અસ્મિતા ની ટીમ પહોંચી હતી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો આ કાળજાળ ગરમી વિશે શું કહે છે આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ ગ્રામ્ય વિસ્તારમાં દિવસે અને ઢળતી સાંજે ઉનાળાની ગરમી કેવી રહે છે તે જાણવાના પ્રયાસ કર્યા એક તરફ ધંધાની દોટમાં લોકો ગામડાઓ છોડી શહેર તરફ જાય છે પરંતુ આજે કાળજાળ ગરમી વચ્ચે શહેરમાં રહેતા લોકો ગરમી ને કારણે હાલાકી ભોગવતા હોય છે પરંતુ ગામડાઓ અને શહેરના વાતાવરણમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં મધ્યાહન સમયે થોડીક કલાકો માટે ઉનાળાનો તાપ લોકોને વર્તાય છે પરંતુ ઢળતી સંધ્યાએ ગામડાઓ માં ગરમી નહીવત હોય છે