અશાંતધારાના અમલ મામલે હાઇકોર્ટમાં અરજી, કોર્ટે સરકારને આપી નોટિસ
Continues below advertisement
રાજ્યમાં લાગૂ અશાંતધારાને રદ્દ કરવાની માંગણી સાથે જે વ્યક્તિએ હાઇકોર્ટમાં પિટિશન કરી તે જ વ્યક્તિએ હવે અશાંતધારાની જોગવાઈઓની અમલવારી થવી જોઈએ તે પ્રકારની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી છે. અરજદાર દાનીશ કુરેશીએ હાઇકોર્ટ સમક્ષ એક જાહેર હિતની અરજી કરી અને અશાંત ધારો રદ કરવાની માંગણી કરેલી છે જે હાલ ન્યાયાધીન છે.તેવામાં અશાંતધારો જ્યારે લાગુ કરવામાં જ આવ્યો છે ત્યારે જ્યાં સુધી તે રદ ન થાય ત્યાં સુધી તેની ચુસ્ત અમલવારીની થવી જોઈએ તે પ્રકારની રજૂઆત સાથે તેમણે હાઇકોર્ટમાં અન્ય એક અરજી કરી છે. અને મકરબા સ્થિત એક રેસીડેન્શિયલ સ્કીમમાં દસ્તાવેજોમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પોલીસ કમિશનરે અશાંત ધારા હેઠળ અહીં મંજૂરી આપી શકાય નહીં તેવો અભિપ્રાય આપ્યો હોય ત્યારે કલેકટર કચેરીમાંથી મંજૂરી આપી દેવામાં આવે તે વ્યાજબી નહીં હોવાની રજૂઆત અરજદારે હાઇકોર્ટ સમક્ષ કરી છે. આ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી ફેબ્રુઆરી મહિના સુધીમાં સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
Continues below advertisement