સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનને લઈ 11 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement
સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેયરમેનને લઈને સોમનાથ ટ્રસ્ટની 11 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ બેઠક યોજાશે. પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેયરમેન કેશુભાઈ પટેલનું નિધન થયુ છે જેના કારણે ચેયરમેન પદ ખાલી થતા નવા ચેયરમેનને લઈને સોમનાથ ટ્રસ્ટની 11 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ બેઠક યોજાશે. આ બેઠકમાં કેશુભાઈ પટેલને સોમનાથ ટ્રસ્ટ શ્રધ્ધાંજલી અર્પી નવા ચેયરમેનની નિમણૂંક કરાશે. આ વર્ચ્યુઅલ બેઠકમાં ટ્રસ્ટી PM મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી, સચિવ પી.કે.લહેરી સહીતના નેતાઓ ઓનલાઇન જોડાશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેયરમેન તરીકે લાલકૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિયોટીયાનું નામ ચર્ચામાં છે.
Continues below advertisement