Shaktisinh Gohil: અબકી બાર 400 પારનો અહંકાર ભાજપે દર્શાવ્યો હતો: શક્તિસિંહના ચાબખા

Continues below advertisement

ગુજરાતની તમામ 26 બેઠક જીતીને હેટ્રિક કરવાનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.   આ સાથે લોકસભામાં 2014 બાદ કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા.

શક્તિસિંહ ગોહિલે કહ્યું, અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાથી થઇ છે. ગુજરાતીઓનો  આભાર માનું છું, ભાજપે લોકશાહીને કલંકિત કરી છે. ભાજપે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ બંધ કરી દીધા હતા, પાટણમાં રી કાઉન્ટીંગની માંગ કરી છે, જરૂર પડે ઇલેક્શન પિટિશન દાખલ કરીશું.

અબકી બાર ૪૦૦ પારનો અહંકાર ભાજપે દર્શાવ્યો હતો. કોંગ્રેસ પક્ષે લોકોના સમર્થનથી ચૂંટણી લડ્યા. ચૂંટણીમાં કોંગ્રસના ૧૧ ખાતા ફ્રીઝ કરી દીધા હતા. નતમસ્તક થઈ દેશની જનતાનો આભાર માનું છું. મતદાતારોએ નક્કી કર્યું કે લોકતંત્રમાં નાગરિકો મહત્વના હોય છે, ખેલમાં સમાન વ્યવસ્થા બંને તરફ હોવી જોઈએ. બનાસની બહેન હવે દેશની બહેન બની છે, બનાસની બહેનનો અવાજ હવે લોકસભામાં ગુંજશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram