Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડ

Continues below advertisement

રાજકોટની જેમ અમરેલીના બગસરામાં પણ પ્રમુખ બનવા માટે ઉંમરમાં છેડછાડ કર્યાના આરોપો લાગ્યા છે.

રાજકોટની જેમ અમરેલીના બગસરામાં પણ પ્રમુખ બનવા માટે ઉંમરમાં છેડછાડ કર્યાના આરોપો લાગ્યા છે.. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ માટે જુના જાંજરીયા ગામના પૂર્વ સરપંચ વિપુલ ક્યાડાએ ઉંમરમાં ફેરફાર કરીને ભાજપ પ્રમુખનું ફોર્મ ભર્યુ હોવાના આરોપો લાગ્યા છે. મોટા મુંજીયાસરના ઉપસરપંચ અને ભાજપના જ કાર્યકર્તા નારણભાઈ વઘાસીયાએ વિપુલ ક્યાડા પર આરોપ લગાવ્યા.  જો કે આ મુદ્દે સ્થાનિક અને જિલ્લા ભાજપના હોદ્દેદારોએ મૌન ધારણ કરી લીધુ છે. ત્યારે ગઈકાલે જ રાજકોટમાં પણ આવી જ એક ફરિયાદ ઉઠી હતી. જેમાં વોર્ડ નંબર 14ના ભાજના આગેવાન વિપુલ માખેલાએ પણ પોતાના જન્મના દાખલામાં તારીખમાં ફેરફાર કર્યાનો આરોપ લાગ્યો હતો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram