Valsad News: વલસાડમાં સગીર બાળકીઓના માતા બનવાના સરકારી ચોપડે નોંધાયા ચિંતાજનક આંકડા

Continues below advertisement

વલસાડ જિલ્લામાં નાની વયે દીકરીઓ માતા બની રહેવાના કિસ્સાઓમાં વધી રહ્યા હોવાના ચોંકાવનારા અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે.. એક વર્ષમાં વલસાડના કપરાડા તાલુકામાં 15થી 18 વર્ષની સગીરાઓ માતા બનવાના 907 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જો કે જિલ્લાના ધરમપુર અને ઉમરગામ સહિત અન્ય તાલુકાઓનો આંકડો મેળવીએ તો કુમળી ઉંમરે માતા બનાવવાનો આંકડો વલસાડ જિલ્લામાં 1500થી પણ વદી જાય છે.. જેનો ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્વીકાર કર્યો છે.. તો બીજી તરફ કપરાડા તાલુકામાં પણ કુમળીવયે માતા બનાવવાના સૌથી વધુ કેસ બહાર આવ્યા છે.. કપરાડામાં દર વર્ષે સાત હજાર જેટલી પ્રસૃતિના કેસ સરકારી ચોપડે નોંધાયા છે.. જેમાંથી મોટાભાગે 15થી 18 વર્ષની ઉંમરની સગર્ભાએ બાળકને જન્મ આપતી હોવાના આંકડા નોંધાયા છે.. આમ ઓછી ઉંમરે બાળક થવાને કારણે બાળક કુપોષિત જન્મે છે.. સાથે જ માતાના માટે પણ તે નુકસાનકારક છે. આથી સરકારી તબીબો પણ આદિવાસી વિસ્તારની આ સામાજિક પરંપરાને કારણે ઉભી થયેલી સમસ્યા અંગે સમજાવી રહ્યા છે.. કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણપણે આદિવાસી વિસ્તાર છે.. અંહી નાની ઉંમરે જ માતા બનવાના કેસ વધવાના અનેક કારણો છે.. સૌપ્રથમ તો આદિવાસી વિસ્તારોમાં સામાજિક પ્રણાલી અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે.. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ લગ્ન કર્યા વગર જ પરિવારજનોની સંમતિથી લિવ ઈન રિલેશનશિપમાં રહેછે.. આથી જાગૃતિના અભાવે કુમળી વયે જ સગીરાઓ માતા બની જાય છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram