દીવના દરિયામાં બોટ ડૂબી, બોટમાં સવાર તમામ ખલાસીઓનો કરાયો બચાવ, વીડિયો વાયરલ

Continues below advertisement
દીવના વણાંકબારા નજીક મધદરિયે એક બોટ ડૂબી હતી. જોકે બોટમાં સવાર એક ટંડેલ અને સાત ખલાસીનો આબાદ બચાવ થયો હતો. સાઉદવાડીના નાનજી બામણીયા પોતાની બોટ લઈ 16 ડિસેમ્બરના માછીમારી માટે નીકળ્યા હતાં. દરમિયાન 28 ડિસેમ્બરના રોજ નાનજી બામણીયા અને સાત ખલાસી માછીમારી કરી રહ્યા હતા તે સમયે બોટમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. આ સમયે નજીકમાં માછીમારી કરતી ત્રિલોકેશ નામની બોટના ખલાસીઓને બોટ ડૂબતી હોવાની જાણ થતા તાત્કાલિક બચાવમાં દોડી ગયા હતા અને બોટમાં સવાર ટંડેલ અને ખલાસીઓને બચાવી લીધા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram