Ambalal Patel | મકાનના છાપરા ઉડી જાય એવો તેજ પવન ફૂંકાશે | અંબાલાલની મોટી આગાહી

Continues below advertisement

Ambalal Patel | રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસુ સક્રીય થશે. 17 થી 22 જૂન વચ્ચે તેજ ગતિના પવનો સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. કાચા મકાનો ના છાપરાઓ ઉડી જાય એવા તેજ પવનો ફુકાશે. આજે મધ્યગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા. 20 જૂન થી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાશે. સમુદ્રોનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા જેને પગલે મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદની શક્યતા. 20 થી 28 જૂન વચ્ચે પશ્ચિમ ભારતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્ર મુંબઈના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં આ સિસ્ટમ આવતા 20 થી 28 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે. રાજ્યમાં વાવણી લાયક વરસાદ થી ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળશે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. 10 થી 12 જુલાઈમાં રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા. જુલાઈ માસમાં ઉપરવાસમાં વરસાદના પગલે નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram