Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યા
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામના લેટરહેડનો ફર્જીવાડો અલગ જ મોડ પર પહોંચતો હોય તેવા સંકેત મળી રહ્યા છે. ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આરોપો લગાવી તાલુકા પંચાયતના પ્રમુખના નામે ફરતો કરેલો ફર્જી લેટર ભાજપના જ સ્થાનિક કાર્યકર્તાઓનું કાંડ હોવાનું સામે આવ્યું છે. તો આજ મુદ્દે કોંગ્રેસે આરોપી તરીકે ધરપકડ કરાયેલા પાટીદાર દીકરી સાથે દ્વેશના આરોપ લગાવ્યા છે.. એટલું જ નહીં દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અપમાનિત કર્યાનો આરોપ લગાવ્યો.
અમરેલીના ધારાસભ્યને બદનામ કરવાના ષડયંત્રના કેસમાં કોંગ્રેસ નેતા લલિત કગથરાએ ભાજપ સમર્થિત પાટીદાર નેતાઓ પર કર્યા પ્રહાર. પાટીદાર સમાજની દીકરીને આરોપી બનાવતા કોંગ્રેસ નેતાઓએ ઠાલવ્યો આક્રોશ. પાટીદાર નેતાઓ ભાજપની ચમચાગીરી બંધ કરે તેમ કહી ગગજી સુતરિયા પર સાધ્યું નિશાન.
દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ઉડાવ્યો છેદ. પોલીસની કાર્યવાહી નિયમ પ્રમાણે થયા હોવાનો ઋષિકેશ પટેલનો દાવો. આરોપી દીકરીનું સરઘસ નહીં પરંતું રિ-કન્સ્ટ્રકશન કરાયાનો સરકારના મંત્રીનો દાવો. કોંગ્રેસ દીકરીના નામે રાજનીતિ કરતા હોવાનો ભાજપ પ્રવકતા લગાવી ચૂક્યા છે આરોપ
અમરેલીમાં દીકરીના સરઘસ મુદ્દે ઉઠેલા સવાલ બાદ પોલીસની સ્પષ્ટતા. SPએ કહ્યું તમામ આરોપી વિરૂદ્ધ કાયદાનું પાલન કરી કાર્યવાહી કરાઈ છે. સોશલ મીડિયામાં કરાયેલા આરોપો સાથે પોલીસ સહમત નહીં. આરોપીને કેટલાક પુરાવા સાથે અમે કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટના આદેશથી આરોપીઓને જેલહવાલે કરાયા.