Amreli: બગસરામાં સ્વામીનારાયણ મંદિર વિવાદમાં, 17 વર્ષીય કિશોરનું બ્રેઈન વોશ કરવાનો આરોપ પિતાના આરોપ
અમરેલી જિલ્લામાં બગસરા શહેરના નવા સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 કિશોરને સાધુ બનાવવા માટે બ્રેન વોશ કરી 2 વખત ભગાડ્યો ત્રીજી વખત ભગાડવાનો પ્રયાસ કરતા પરિવાર 2 સ્વામી સામે ગંભીર આરોપ લગાવવામાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે.
અમરેલીના બગસરા શહેરનું નવું સ્વામીનારાયણ મંદિર. જે આવ્યું છે વિવાદમાં. વિવાદ છે મંદિરના 2 સ્વામીએ કિશોરનું બ્રેન વોશ કરી. તેને ભગાડી મૂક્યાનો. એક હરિભક્ત પરિવાર આ મંદિર સાથે વર્ષોથી જોડાયેલો છે.કિશોર પુત્ર આ મંદિરના સોશિયલ મીડિયા વિભાગમાં કામ કરતો. જો કે, બાદમાં તે ભાગી ગયો. માતા-પિતાનો આરોપ છે કે, તેના પુત્રને મંદિરના ચૈતન્ય સ્વામી અને સદગુણ સ્વામી ભગાડી ગયા હતા અને અમદાવાદ. ઈડર સહિતના શહેરોમાં રાખ્યો હતો. માતા-પિતાનો આરોપ છે કે, આ બંને સ્વામી તેના પુત્રને સ્વામી બનાવવા માગે છે... જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. 2 વખત પુત્રને ભગાડી ગયા બાદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ અપાઈ હતી. જેને લઈ તેનો પુત્ર પરત આવી ગયો હતો. માતા-પિતાનો દાવો છે કે, જે-તે સમયે મંદિરના ટ્રસ્ટીઓએ ખાતરી આપી હતી કે, બંને સ્વામીને હટાવવામાં આવશે. જો કે, હજુ સુધી હટાવાયા નથી.. ABP અસ્મિતાની ટીમ જ્યારે સ્વામીનારાયણ મંદિરે પહોંચી... તો બંને સ્વામીએ કેમેરા સમક્ષ કઈપણ બોલવાનો ઈનકાર કર્યો...