અમરેલીની કોવિડ હોસ્પિટલ માટે પરેશ ધાનાણીએ એક મેટ્રીક ટનની ઓક્સિજન ટેન્કની કરી વ્યવસ્થા
Continues below advertisement
કોરોના મહામારીમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી (Paresh Dhanani)એ વધુ એક ઉમદા કાર્ય કર્યું છે. અમરેલીની સરકારી કોવિડ હોસ્પિટલ ( Covid Hospital)માટે એક મેટ્રીક ટનની ઓક્સિજન ટેન્ક (Oxygen tank)ની વ્યવસ્થા કરી છે. ટેન્ક અંદાજીત 125 ઓક્સિજન સીલિન્ડર ની ગરજ સારશે. અમરેલી જીલ્લા વહીવટી તંત્રને પરેશ ધાનાણીએ ટેન્ક સોંપી છે. ભાવનગરની APPL કંપનીના સહયોગથી અમરેલીમા ટેંક મંગાવવામાં આવી છે. આગામી બે દિવસમાં ઓક્સિજન ટેન્ક કાર્યરત થઈ જશે.
Continues below advertisement