અમરેલીના નવા વાઘણિયા ગામમાં કોરોનાથી 18 લોકોના મોત થયાનો સરપંચનો દાવો, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામમાં કોરોનાથી 18 લોકોના મોત થયા છે. નવા વાઘણીયા ગામની માત્ર 1500 લોકોની વસ્તી અને 18 લોકોના મોત થતા સોપો પડી ગયો છે. ગામમાં 22 દિવસથી સંપૂર્ણ લોકકડાઉન છે. નવા વાઘણીયા ગામમા થોડા દિવસથી કેસમાં ઘટાડો થયો, પણ મૃત્યુ યથાવત છે. આજે બે લોકોના મૃત્યુ થયા છે. નવા વાઘણીયામાં સરકારી ચોપડે એક પણ મોત નહીં, તો જુના વાઘણીયામાં 2ના મોત થયા છે.
Continues below advertisement