Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર લોકોના કરૂણ મૃત્યુ મૃત્યુ થયા છે. ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. રસાયણિક પ્રક્રિયા દરમિયાન વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. M.E. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતા બ્લાસ્ટ થયાની આશંકા સેવાઇ રહી છે. GIDC પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
સર્જાયેલી ઘટનાને પગલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ કંપની ખાતે આવી પહોંચ્યા હતા,અને કંપની અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટના અંગેની માહિતી મેળવી હતી,અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી હતી,જ્યારે મૃતક કામદારોના પરિવારને કંપની દ્વારા એક એક કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.