Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Continues below advertisement
Anupam Swaroop Swami Controversy: હાલમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ખેલૈયાઓ મનભરીને ગરબે રમી રહ્યા છે. માતાની આરાધનાના આ અવસર પર સ્વામીનારાયણના એક સંતે આપેલા નિવેદને ભારે ચર્ચા જગાવી છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી છે.
અનુપમ સ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદનની શરુઆત કરતા કહ્યું કે, ખેતરમાં ઘાસના ઢગલામાં આગ લાગે તો ખેડૂત પાણી કે ધુળથી આગ બુઝાવવા ન જાય પણ જેટલા પુળા ખેંચીને બચાવી લેવાય તેટલા બચાવવાનો પ્રયત્ન કરે. વર્તમાન સમયમાં સમાજમાં વ્યસનરૂપી અને ફેશનરૂપી,ઈર્ષ્યા શો ઓફ,અહંકાર,કામ,ધાર્મિકતામાં પણ નાસ્તિકતા રૂપી અગ્નિ જે ભડકે બળે છે તે બધાને સુધારવા જઈએ તો કંઈ ભેગુ ન થાય પણ જેટલા સમજે તેને બચાવી લેવા કે ભડકતી આગથી ઉગારી લેવા તે સાધુપુરૂષનું કામ છે.
Continues below advertisement