પોરબંદર યુવા ભાજપના પૂર્વ પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ, ક્લિપમાં દારૂના રૂપિયા લઇ જવાનો ઉલ્લેખ
Continues below advertisement
મતદાનના ઠીક એક દિવસ પહેલાં પોરબંદર જિલ્લાની રાજનીતિમાં ભૂકંપ મચી ગયો છે. પોરબંદર જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં તેઓ એક કાર્યકર સાથે વાતચીતમાં દારૂના રૂપિયા લઈ જવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. પૂર્વ પ્રમુખ ભીમભાઇ ઓડેદરાના પત્ની આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે.
Continues below advertisement