Banasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે... મુખ્ય મથક પાલનપુરમાં સમી સાંજે વરસાદ શરૂ થયો હતો.. પાલનપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતા ગરમીથી રાહત મળી છે...દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે..ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે...
ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ હોવાથી ઘણાં વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. આવામાં આગામી સમયમાં ચોમાસાની ગતિ કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચોમાસું પાછલા કેટલાક કલાકોમાં ધીમું પડ્યું છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ગતિ પકડી શકે છે. રથયાત્રા દરમિયાન હવામાન કેવું રહેશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે.