Geniben Thakor | દારૂના હપ્તામાંથી પ્રોપર્ટી વસાવ્યાના આરોપ પર શું આપ્યો વળતો જવાબ?
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનએ પૂર્વ ધારાસભ્ય રેખા ખાણેશાના નિવેદન સામે આપ્યો વળતો જવાબ. કોઈ પણ સ્ત્રી કોઈની સામે આક્ષેપ કરે તો એને એના પદની મર્યાદામાં રહેવું જોઈએ. માજી ધારાસભ્ય રેખાબેન આક્ષેપ કરતા હતા કે ગેનીબેનએ દારૂના અડ્ડા વાળાના હપ્તા લઇને સંપત્તિ વસાવી છે ત્યારે મારે એમણે કહેવું છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ત્યારે મારાં સમજે પણ તમારા માટે બટણ દબાવ્યા હશે. તમે તમારી હિસ્ટ્રી તપાસો તમે તાનરી મર્યાદામાં રહીને ભાસણ કે સ્ટેટમેન્ટ આપો. તમે પાલનપુર ધારાસભ્ય હતા ત્યારે કોઈ જગ્યાએ દારૂની રેડ કરવામાં કે બુટલેગરોને પકડાવવામાં ક્યાંય તમારું નામ આવ્યું હોય એવી કોઈ હિસ્ટ્રી હોય તો મુકજો અમે તમને અભિનંદન આપીશું. તમે આક્ષેપ કરો છો ત્યારે આપ જયારે પદ પર હતા ત્યારે કેટલી જવાબદારી નિભાવી છે એ આપડે ખ્યાલ રાખવો પડે. પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમ્યાન ગેનીબેન ઠાકોરએ રેખા ખાણેશાને વળતો જવાબ આપી સમાજને ભારે વોટિંગ કરવા આહવાન કર્યું.